અજંતા ફૂટવેર માં એક દિવસ માટે 2000ની નોટોનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો જે અંગે અજંતા ફૂટવેરના અલ્પેશભાઈ પાદરિયા દ્વારા વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે દુકાનમાં આવેલા ગ્રાહકો નાની નાની વસ્તુ કે જેની કિંમત 200 કે 300 રૂપિયા હોય તેવી વસ્તુ ની ખરીદી કરી સામે 2000 ની નોટો આપતા હતા જેથી તેમને બચેલા રૂપિયા પરત કરવામાં મુશ્કેલીઓ થતી હતી તેમજ તેઓને 2000 ની નોટ ના છૂટા લેવા કરીયાણાની દુકાને કે પેટ્રોલ પંપ એ જવું પડતું હતું જેથી કાલ એક દિવસ માટે 2000ની નોટોનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો પરંતુ આજ થી ફરી થી 2000 ની નોટો નો સ્વીકાર શરૂ કરવામાં આવ્યો છે