34 C
Ahmedabad
Saturday, May 24, 2025
spot_imgspot_imgspot_img

‘નશામુક્તિ અભિયાન’ તેમજ ‘વ્યસન મુક્તિ’ કેન્દ્રનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા ખાસ સૂચના આપતા કલેકટરશ્રી


ક્લેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

‘નશામુક્તિ અભિયાન’ તેમજ ‘વ્યસન મુક્તિ’ કેન્દ્રનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા ખાસ સૂચના આપતા કલેકટરશ્રી

રાજકોટ તા. ૨૩ મે – રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીએ વિવિધ વિભાગ દ્વારા ડ્રગ્સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરી આવનારા દિવસોમાં ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તમાકુનું વેચાણકર્તા વેપારીઓ પર સખ્ત હાથે કામગીરી કરવા સૂચના આપી હતી.

કલેકટરશ્રીએ જે લોકો આ દુષણનો શિકાર બન્યા હોય તેઓ માટે વ્યસનમુક્તિકેન્દ્રનો ખાસ પ્રચાર પ્રસાર કરવા પણ સૂચના આપી હતી. અધિકારીઓને ડ્રગ્સ વિરોધી કામગીરી,  જેમાં ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોમાં જાગૃતિ કેળવવા પર ખાસ ભાર મુકાયો હતો. આ સાથે જાગૃતિ ઝુંબેશ વધારવા તથા સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત નાગરિકો, યુવાનોને ‘સે નો ટુ ડ્રગ્સ’ના શપથ લેવડાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકારશ્રી પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાતા હોય છે, ત્યારે આવા કાર્યક્રમોમાં પણ નશો-ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવા પણ પ્રાંત અધિકારીશ્રીઓને નિર્દેશ અપાયા હતા.

રાજકોટ જિલ્લામાં અવાવરુ જગ્યાઓ તેમજ ડેમો આસપાસની ખાલી જગ્યામાં છુપાઈને થતું ગાંજા તેમજ અફીણનું વાવેતર શોધી કાઢવા માટે તેમજ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, રાજકોટ ઝોન-૨ ડી.સી.પી. શ્રી જગદીશ બંગરવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીઓ સર્વે શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી આર.આર. ખાંભરા, શ્રી રાહુલ ગમારા, શ્રી નાગાજણ તરખાલા, શ્રી પ્રિયંક ગલચર, એસ.ઓ.જી.ના અધિકારીશ્રીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -