માણાવદરમાં કુલ આઠ બાબી નવાબો થયા હતા. તેમાં પ્રથમ દિલેરખાન બાબી, સરદારખાન બાબી, ગજનફરખાન બાબી, કમાલુદ્દીન ખાન, જોરાવર ખાન, ગજનફરખાન, ફતેહદિન ખાન અને આઠમા નવાબ ગુલાબ મોઇનુદીનખાન થયા હતા. માણાવદર રાજ્ય નીચે 24 ગામો હતા અને તે ત્રીજા વર્ગનું સંસ્થાન હતું. સાતમા નવાબ ફતેદીન ખાન બાબીનું 1918માં અવસાન થયું ત્યારે તેનો પુત્ર ગુલામ મોઇનુદ્દીન ખાન માત્ર છ વર્ષનો હોવાથી રાજ્યનો વહીવટ તેમના વિધવા બેગમ ફાતિમા સિદીકાના હાથમાં આવ્યો. નવાબ ફતેહદિનખાનજીની સાતમી પુણ્યતિથિના દિવસે બેગમે હિન્દુસ્તાન ભરના પહેલવાનોને 1925માં માણાવદરમાં બોલાવીને એક કુસ્તી અખાડો યોજયો હતો. આ પહેલવાનોમાં ઈમામ બક્ષ, છોટે ગામા, ઝહુર, જીજા, દીના, અબ્દુલ કરીમ ગામા, માલોકરાવ, સતપાલ, મથુર ભૈયા, શેખ રમજાન, સુદાષ, જગમદિર, વૈદ પ્રકાશ, ગુરુ હનુમાન, સુભાષ તથા જહાં ગુલામ મહંમદ ગામા અને એવા અસંખ્ય પહેલવાનથી માણાવદરની બજાર ધમધમવા લાગી હતી આ મલ્લ કુસ્તીમાં જહા ગુલામ મહંમદ ગામાનો વિજય થયો હતો તેમને બેગમ સાહેબા તરફથી ઇનામો તથા પ્રશંસાપત્ર અને અન્ય ભેટો આપવામાં આવી હતી
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર