25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

નવતર પહેલ: પાલિતાણાની સરકારી શાળામાં “એક બાળ એક છોડ” અંતર્ગત બાળકોએ 51 છોડ રોપ્યા


[ad_1]

ભાવનગર2 કલાક પહેલા

કૉપી લિંક

પર્યાવરણનું જતન કરવું દરેક મનુષ્યનું કર્તવ્ય છે. આ કર્તવ્ય નિભાવવા માટે પાલિતાણાની પાવન ભૂમિમાં જૈન સમુદાયનું અનોખું યોગદાન રહ્યું છે. પાલિતાણા અને તેની આજુબાજુનાં ગામોમાં જીવદયાનાં કાર્યો થયાં છે. જે અનુસંધાને શેત્રુંજય યુવક મંડળના સહયોગથી તેમજ દાતા પરીવારના ભારતીબેન કિર્તીભાઇ દોશીનાં આર્થિક સહયોગ દ્વારા ગિરિરાજ વાટિકા બનાવવામાં આવી છે.

351 છોડ રોપીને અને ઉછેર કરવામાં આવશેજેમાં સર્વ ધર્મ સહિત શૈક્ષણિક ચિત્રામણ કરવામાં આવ્યું છે. તેમજ “એક બાળ એક છોડ” એ અભિગમ મુજબ આજ રોજ કુલ એકાવન છોડ રોપવાનું કાર્ય કર્યું હતું અને પાંચ જૂન સુધીમાં કુલ ત્રણસો એકાવન છોડ રોપીને અને ઉછેર કરવામાં આવશે. આથી આવતી પાંચ જૂનનાં સંપૂર્ણ શાળા “ગ્રીન શાળા ગુલાબ શાળા” બનશે. પાયાનાં પર્યાવરણ જાળવણીનાં ગુણો બાળકો શીખશે.

પાલિતાણાને હરિયાળું બનાવવા માટે પ્રયાસો​​​​​​​શાળાનાં શિક્ષક નાથાભાઇ ચાવડાની પહેલ મુજબ જિલ્લાની પ્રથમ શાળા બનશે જ્યાં “એક બાળ એક છોડ” નો નવતર પ્રયોગ કર્યો હોઈ. ભવિષ્યમાં સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા સંપૂર્ણ પાલિતાણાને હરિયાળું પાલીતાણા બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેમ શાળાના શિક્ષકએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -