શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ નટરાજ નગરના વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં મનપા કચેરીએ દોડી આવ્યા હતા. જ્યારે તેમને મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું શહેરના મોટા મૌવાં અને લક્ષ્મીના ઢોરા પાસે અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે. જ્યારે આ બંન્ને વિસ્તાર તેમજ નટરાજનગર એમ ત્રણ વિસ્તારવાસીઓને મનપા તંત્ર દ્વારા ડીમોલેશનની નોટિસ આપવામાં આવી છે. ત્યારે ડિમોલેશનની કાર્યવાહી બાદ સ્થાનિકોનું શુ થશે. જે મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.