39 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

ધોરાજી: રોયલ સ્કૂલ પાસે ટ્રક-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ ગંભીર ઇજાગ્રસ્ત


 

ધોરાજીમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ધોરાજી રોયલ સ્કૂલ પાસે આજે સવારે ટ્રક અને બસ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે ટ્રકે પલ્ટી મારી ગઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ, આ અકસ્માતમાં બસમાં સવાર પાંચ જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતને કારણે ધોરાજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ધોરાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -