રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સફાઇ અભિયાન માત્ર કાગળ ઉપર હોય તેવું ફલિત થઈ રહ્યું છે ત્યારે વોર્ડ નંબર ચારની મહિલાઓ નગરપાલિકા કચેરીએ દોડી ગઈ હતી અને સફાઇ અંગે રજૂઆત કરી હતી વહીવટદાર શાસનમાં છેલ્લા ત્રણ મહિનાથી ડોર ટુ ડોર કલેક્શન પણ બંધ હોવાની રજૂઆત કરતાં ચીફ ઓફિસરને આ કામગીરી બંધ હોવાની જાણ થઈ હતી આવશ્યક ગણાતી સેવાઓ પણ નગરપાલિકા આપી નહીં શકતી હોવાની ફરિયાદ બહેનોએ કરી હતી
મહિલાઓને સાંભળવા માટે કોઈ તૈયાર હતું નહીં માત્ર ધક્કા ખવડાવી ખવડાવી મહિલાઓને થકવી દીધી અંતે ચીફ ઓફિસર મહિલાઓને સાંભળી પ્રશ્નોનો નિકાલ લાવવાની ખાતરી આપી
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી