રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘનાં ભાડે આપેલા ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગવાની જાણ ધોરાજી ફાયર બ્રિગેડની ટીમને થતા ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ભાડે આપેલા ગોડાઉનમાં પ્લાસ્ટિક અને પુઠ્ઠાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગને કાબુમાં લેવા માટે ધોરાજી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાની થઇ નથી કે અન્ય કોઈ પ્રકારનું નુકસાન થયેલ નથી.
રીપોર્ટ કૌશલ સોલંકી