જુનાગઢના સૂરજ ભુવાએ ધારાની હત્યા કર્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આ બાબતે ધોરાજી કોળી સમાજ દ્વારા ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જૂનાગઢની ધારાની હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉચ્ચારી હતી કોળી સમાજ એ સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો ધોરાજી મામલતદાર કચેરી બહાર મૃતક સ્વ ધારાના હત્યારાઓને ફાંસી આપવાની માંગ ઉચ્ચારી હતી સૂરજ ભુવા સહિતના તમામ આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેશ ચલાવવાની માંગ કરી હતી
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી