ધોરાજીના મોટી પાનેલીની ફુલઝર નદીના રેલવે પુલ રેલવે ટ્રેક ઉપર પોરબંદર રાજકોટ ટ્રેનમાં અજાણ્યા આધેડે ટ્રેઈન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
મૃતદેહના સાતથી આઠ જેટલાં ટુકડા થઇ જતા રેલવે કર્મી તેમજ પોલીસ તાત્કાલિક અસર થી ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાનેલી રેલવે સ્ટેશન પર લઇ જવામાં આવેલ જ્યાંથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી