ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ ફરી ઓવર ફલો થવા પામ્યો છે ભાદર 2 ડેમ સતત ત્રીજી વખત ઓવર ફલો થયો છે ધોરાજીના ભાદર 2 ડેમ વિસ્તારના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઇ છે ભાદર 2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમમાંથી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી 5200 ક્યુસેક પાણી ની આવક અને જાવક નોંધાઇ છે ધોરાજીથી પોરબંદર સુધીના ગ્રામ્ય વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી