ધોરાજીના ઇતિહાસમાં પ્રથમ વખત જૈન તપસ્વીઓનો વિશાળ સંખ્યામાં વરઘોડો નીકળ્યો હતો જેમાં 11 માસ, ક્ષમણ 22, 16 ભથ્થા, 44 અઠાઈ, અને બીજી તપસ્યા વધારાની 100 થી વધુ તપસ્વીઓનો પ્રથમ વખત વરઘોડો નીકળ્યો હતો ખાસ અમદાવાદ જગન્નાથ મંદિરમાંથી હાથી અંબાણી સાથે બોલાવવામાં આવેલ તેમજ 30 જેટલી વિવિધ શણગારેલી બગીઓ અને સોથી વધારે વાહનો સાથે ઐતિહાસિક વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ધોરાજી જૈન સમાજ માં આચાર્ય ભગવાન હેમપ્રભવ મહારાજ સાહેબના આશીર્વાદથી અને પ્રેરણાથી ખૂબ મોટી તપસ્ચરિયા શ્રાવકોએ કરી હતી આ તમામ તપસ્વીઓના સમૂહ પારણાનું આયોજન તપગચ્છ સંઘ દ્વારા કરવામાં આવેલ આખા કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ મારડિયા, ભાવેશભાઈ શાહ, વિપુલભાઈ મહેતા કાર્તિકેય પારેખએ કર્યું હતું સમૂહ પારણા માં મહારાજ સાહેબ તરફથી આશિરવચન પાઠવી દીધા પછી તપસ્વીઓનો ભગવાન શ્રી મહાવીર સ્વામીની નીશ્રામાં વિશાળ વરઘોડો નીકળેલ ધોરાજી નગરમાં બજાર અને રહેણાંક વિસ્તારમાં આ વરઘોડા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ. જૈન અને જઈનેતરો એ આ વરઘોડાને હર્ષભેર વધાવેલ અને પુષ્પ વર્ષા કરી સ્વાગત કરેલ
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી