રાજકોટમાં યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઇ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દિવ્ય દરબાર માટે બાગેશ્વર ધામની રાજકોટ સેવા સમિતિ દ્વારા ચાંદી ની વિશેષ ગદા બનાવવા માં આવી છે આ ગદા 7 કારીગરો દ્વારા બનાવવામાં આવી છે તેમજ 15 ઈચ એટલે કે સવા ફૂટની ગદા બનાવવા 7 દિવસ જેટલો સામે લાગ્યો હતો તેમજ 1-2 જૂન ના રોજ રેષકોર્ષ ખાતે યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર દરમિયાન આ ચાંદી ની ગદા બાબા ને અર્પણ કરવામાં આવશે