ધારી ગીર પૂર્વમાં 5 સિંહોની પજવણીનો વિડીયો વાયરલ થયો છે ધારીના છતડિયા જંગલ વિસ્તાર નજીક 5 સિંહોની પજવણી કરવામાં આવી હતી શિકારની મિજબાની માણી રહેલા સિંહો પર પ્રકાશ ફેંકીને સિંહોની પજવણી કરાઇ હતી સિંહ દર્શનાર્થીઓ ટોળામાં સિંહ દર્શન કરતા હોવાના વિડીયોમાં અવાજો સંભળાઈ રહ્યા છે સિંહોના શિકારની કુદરતી પ્રવૃતિઓમાં ખલેલ પહોંચાડતા પજવણી ખોરો સામે કડક પગલા ભરવાની સિંહ પ્રેમીઓ દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી છે