ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધારી ગીરના મોણવેલ, વાવડી, દલખાણીયા, હાલરીયા, સરસીયા, સુખપુર, લાખાપાદર, આંબરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ગીરના ખેતીપાકોને વ્યાપક નુકશાની થઈ રહી છે. કેરી, તલ, મગ સહિતના પાકોને નુકશાની થઈ રહી છે. વરસાદને પગલે ધારી ગીરના ખેતરોમાં વરસાદી પણ ફરી વળ્યા હતા .