દ્વારકા જિલ્લામાં નશાના કાળા કારોબારમાં સનસનીખેજ નવો મામલો સામે આવ્યો હતો જેમાં મળતી માહિતી મુજબ ટ્રામાડોલ નામની નશા કારક કેપ્સ્યુલનો કારોબાર થતો હોવાનો વિગતો સામે આવી છે. તેમજ આરંભડાના અનિલ ઉમેશભાઇ બાંભણીયાની ભાટિયામાં આવેલી બેસ્ટ મોબાઇલ નામની દુકાનમાંથી રવી કરમુર નામના શખ્સ પાસેથી ટ્રામાડોલ નામની નશાકારક કેપ્સ્યુલ નંગ 1976 તેમજ સીરપ ની 32 નંગ કોડેઈન યુક્ત કફ સીરપ બોટલ મળી આવી હતી. તેમજ ગુજરાતમાં પ્રથમ વખત નશામાં વપરાતી ટ્રામાડોલ નામની નશાકારક કેપ્યુસ્લ ઝડપાતા પોલીસ સતર્ક બની જતા દ્વારકા જિલ્લા પોલીસએ બે આરોપીઓને ઝડપી સમગ્ર મામલે નાર્કોટિક્સ એક્ટની વિવિધ કલમ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દ્વારકા અનિલ લાલ