દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ઓખામંડળ તાલુકાની જીવાદોરી સામાન સાની ડેમ છ વર્ષથી ખાલીખમ જોવા મળી રહ્યો છે છ વર્ષથી સાની ડેમનું કામ ચાલી રહ્યું છે, હજુ પણ કામ અધુરું છે જયારે ચોમાસાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે બારાડી-ઓખા મંડળના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યું છે છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના ૧૧૦ ગામોને પીવાના પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પુરુ પાડતુ સાની ડેમ સતત છ વર્ષથી તંત્રની ઢીલી નીતિના કારણે ખાલી પડ્યું છે જે ડેમ માત્ર એકથી દોઢ વર્ષમાં બની જવુ જોઇએ એ ડેમ હજુ બન્યો નથી અને હજુ પણ એકાદ વર્ષ કાઢી નાખે તેવી શકયતાઓ છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ વિસ્તારના ખેડૂતો અને પ્રજાનો વાંક શું??? લોકમુખે એવી પણ ચર્ચા ચાલે છે કે અધિકારીઓની મીલીભગત આ કામમાં દેખાઇ આવે છે અને કયાંકને કયાંક આ કામમાં ભ્રષ્ટાચાર પણ થયો હોવાથી કામ ધીમી ગતિએ અને સેટીંગથી ચાલતુ હોવાના કારણે વિલંબ થઈ રહ્યો છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ઓખામંડળ તાલુકાની જીવાદોરી સામાન સાની ડેમ છ વર્ષથી ખાલીખમ છે
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -