દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમદાવાદ એ.સી.પી ક્રાઇમ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગુજરાતના મોરબી જિલ્લાના વતની છે. અમદાવાદ ખાતે ડીસીપી સાઇબર ક્રાઇમ તરીકેનો પદભાર તેમણે સંભાર્યો હતો. આઇપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યાં બાદ તેમની પ્રથમ નિયુક્તિ વલસાડમાં એસ.પી તરીકે થઈ હતી. એસ. પી કચેરી દાહોદ ખાતે શ્રી એ. એસ.પી.શ્રી સિદ્ધાર્થ,નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા શ્રીમતી બીશાખા જૈન તેમને આવકાર્યા હતા.