દાહોદ બી ડિવિઝન પોલીસે દર્પણ ટોકીઝ રોડ સ્થિત ખાનગી ફાઇનાન્સની ઓફિસમાંથી આઇપીએલ પર રમાતો લાખો રૂપિયાનો સટ્ટો ઝડપી પાડયો હતો રેડ દરમિયાન દાહોદ નગરસેવા સદનના નગર સેવક ઇસ્તિયાક અલી સોકત અલી સૈયદ સહિત અન્ય 4 આરોપીઓને ઝડપી પાડયા અન્ય લોકો ફરાર થઈ ગયા હતા . આ રેડમાં ત્રણ લાખની રોકડ 19 મોબાઈલ 2 લેપટોપ તથા બે બાઇક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો .હાલ પોલીસે તમામ ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે .
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ