દરિયામાં સુપર ફાસ્ટ ચાલતી બોટો અત્યારે જાફરાબાદના દરિયા કિનારે દરિયાના પાણી માંથી મસમોટી ક્રેઇન વડે ઊંચકાઈને કન્ટેનર ટ્રકમાં ભરવાની કામગીરી ચાલુ થઈ ચૂકી છે એક તરફ બીપર જોય નામનું વાવાઝોડું દરવાજે દસ્તક દઈ રહ્યું હોવાની આગાહી વચ્ચે માછીમારોના જીવ તાળવે ચોંટયા હોય પણ હાલ 5 થી 6 દિવસ અગાઉ માછીમારી બંધ કરવાની તંત્રની સૂચના અન્વયે 700 જેટલી બોટો કિનારે લાંગરી દેવાઈ છે જાફરાબાદ ના દરિયા કાંઠે બોટો ના ખડકલાઓ થઈ ગયા છે ને માછીમારો વેકેશનમાં સમૂહલગ્ન સહિત કામગીરીઓ કરીને એક બોટ માંથી બીજી બોટમાં ખલાસીઓ ફરતા હોવાનું બોટ એસોસિએશન ના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું એક તરફ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી ને ભારે પવન ફુંકાવાની આગાહીઓ વચ્ચે માછીમારો વેકેશનમાં બોટોના સમારકામમાં જોતરાઈ ગયા છે ને બે માસ સામાજિક કામો માં વ્યસ્ત રહીને ફરી દરિયામાં રોજી રોટી માટે માછીમારો પરત દરિયામાં રવાના થશે