જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેય શિખર પર તાજેતરમાં થયેલ ઘર્ષણ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું જો કે કલેકટર દ્વારા આવેદન સ્વીકારવામાં ન આવતા જયશ્રી રામના નારા લગાવ્યા હતા ત્યારબાદ કલેકટર કચેરી ખાતે તેમના પીએને આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્રમાં ચોક્કસ સમુદાયના ટોળા સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમા 200 લોકોના ટોળા દ્વારા સુત્રોચાર કરાયાનો વિડિઓ પણ વાઇરલ થયો હતો
વિનોદ મકવાણા, જૂનાગઢ