ડીસા તાલુકાના દલિત સમાજનો ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો જેમાં 20,000 થી વધુ દલિત સમાજના લોકોએ ભાગ લીધો હતો ત્યારે 100 ગામ ડીસાવળ રોહિત સમાજ તથા ડીસાવળ રોહીત સમાજ શેક્ષણીક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંત શ્રી રોહીદાસ રિસર્ચ સેન્ટર, જુના ડીસા મુકામે આઠમા સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ૩૦ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં આ પ્રસંગ ડીસાવળ રોહીત સમાજનાં પંચ પટેલ બબાભાઈ પુનડિયા ના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ દિનેશભાઈ પુનડિયા, ડી.વાય.એસ.પી.,અશ્વિનભાઈ પરમાર,,100 ગામ ડીસાવળ રોહિત સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો સમાજનાં તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો