અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તોની સાથે સાથે VIP ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે લોકપ્રિય સીરીયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.શક્તિપીઠ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ તરીકે ઓળખાય છે, ત્યારે અંબાજી મંદિરમાં શ્રાવણ માસમાં લોકપ્રિય સિરિયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિર માં દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અંબાજી મંદિરમાં તેમને ગણેશ મંદિર, ભૈરવજી મંદિર અને બહુચર માતાજીના મંદિરના દર્શન કર્યા હતા.અંબાજી મંદિરમા ગર્ભગૃહમા માતાજીના દર્શન કર્યા હતા. પૂજારી દ્વારા તેમને ચુંદડી આપીને બહુમાન કરાયું હતું ત્યારબાદ તેમને અંબિકેશ્વર મહાદેવમાં જઈને શ્રાવણ માસમાં પૂજા અર્ચન કર્યા હતા. ભગવાન શિવને જળ અર્પણ કર્યું હતું અને બીલીપત્ર પણ ચઢાવ્યા હતા, ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને હાથ પર રક્ષા કવચ બંધાવ્યું હતું.મંદિરમાં મોટી સંખ્યામાં લોકોએ તેમની સાથે ફોટા પડાવ્યા અને રૂપાલી ગાંગુલીએ ચાહકોનુ અભિવાદન કર્યું શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કર્યા બાદ અનુપમાને જોવા માટે ખાસ આવ્યા હતા. અનુપમાએ પણ ચાહકો સાથે વાત કરી હતી અને તેમની સાથે ફોટા પડ્યા હતા. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી.
ઉમંગરાવલ