દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ભીલપ્રદેશ મહિલા મોર્ચા દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારી મારફતે દેશના રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું કે, ભારત ની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર સ્થિત મણિપુર રાજ્યમાં આદિવાસી સમાજની મહિલાઓ ઉપર ગંભીર પ્રકારનો અત્યાચાર ગુજારી તેઓને નિર્વસ્ત્ર કરી તેમના શારીરિક અંગો ઉપર છેડછાડ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો મણિપુરમાં બનેલ ઘટના ભારત દેશને શરમ થી ઝુકાવી દે તેવો ગંભીર કિસ્સો બન્યો છે. અને ડેવિડ નામના યુવાનનું ગળું કાપીને હત્યા કરાઈ છે આ ઘટનાના દોષીઓને કડક કાયદાકીય સજા કરવામાં આવે અથવા ફાંસી ની સજા કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ