ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ દેવડા તેમજ ભુરાભાઈ પારગી ને વય મર્યાદા પૂર્ણ થતા નિવૃત્તિ આપવામાં આવી હતી, તેઓ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આશરે ત્રણ વર્ષથી એ.એસ.સાઈ તરીકે ચાર્જ સંભાળતા હતા, ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ સ્ટાફ સહિતના પોલીસ પરિવાર દ્વારા તેઓને આનબાન શાનથી વયમર્યાદાની નિવૃત્તિ આપવામાં આવી હતી, જેવો ને ડીજેના તાલ સાથે ફૂલહાર ચડાવી તેમજ પાધડી પહેરાવી તેઓને સન્માન કરી તેઓને વિદાય આપવામાં આવી
રીપોર્ટ કિશોર ડબગર