ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાના અધ્યક્ષતામાં આજે લોક દરબાર પણ યોજાયો હતો જેમાં મોટા પ્રમાણમાં આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ટ્રાફિક સહિત વિવિધ સમસ્યાઓની રજૂઆત કરાઈ હતીજિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ તમામ સમસ્યાઓનુ કાયમી નિકાલ આવશે તેવી બાંહેધરી આપી હતી આ લોક દરબારમાં જિલ્લા પંચાત સભ્ય લલીત ભુરીયા,લીમડી સરપંચ વિજય મોરી,ઉત્કર્ષ સમાં,મેહશ પંચાલ,તેમજ દરેક ગામના સરપંચ અને આગેવાનો પણ સામાજિક સંસ્થા ઓ સામાજિક કાર્યકર્તાઓ રાજકીય અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા
રીપોર્ટ કિશોર ડબગર