આજે ઝાલોદ ખાતે ગણપતિ ઉત્સવ તેમજ ઈદે જેવા તહેવારો અનુલક્ષી ઝાલોદ ડિવિઝનના ડીવાય એસપી ડી આર પટેલની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાયો હતો જેમાં ઝાલોદના સીપીઆઈ રાઠવા ઝાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠવા, ફતેપુરાના પી.એસ.આઇ તડવી તેમજ લીમડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડામોર તેમજ અનેક ફતેપુરા લીમડી તેમજ ઝાલોદ ડિવિઝનને લગતો તમામ સ્ટાફ જોડાયો હતો ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોમાં જ્યાં જ્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી તે તમામ વિસ્તારોની માહિતી મેળવી હતી તેમજ કોઈ અનિચ્છય બનાવ ના બને તેની ખાસ તકેદારી લેવા જણાવાયું ગણપતિ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેવી અપીલ પણ કરવામાં આવી
રીપોર્ટ કિશોર ડબગર