જેમ્સી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને દશનામ અતીત યુવા સેના દ્વારા પ્રથમ તેજસ્વી વિધ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 12ના વિધ્યાર્થીઓ ને પરિણામના આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મારુતિ હૉલ હુડકો પોલીસચોંકી ની પાછળ બપોરે 3:30 થી 6:30 વચ્ચે કરવામાં આવ્યું હતું. કરવામાં આવ્યું હતું. તેમજ આ ટ્રસ્ટ દ્વારા નોટબૂક વિતરણ, સમૂહ લગ્નોત્સવ, ગરીબ પરિવારોમાં દાન, તેજસ્વી વિધ્યાર્થીએઓને સન્માન જેવી આણેક પ્રવૃતિ પણ કરવામાં આવે છે.