જેતપુરમાં જીવતો વીજ વાયર પડતા ત્રણ ભેંસના મોત નિપજ્યાં છે પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના ભાદર નદીકાંઠે આવેલ ખાંટ જ્ઞાતિના સ્મશાને પાણીના અવેડાએ ભેંસો પાણી પીવા ગઈ હતી. ભેંસો પાણી પિને પરત આવતી હતી ત્યારે વીજ પોલ પરથી એકાએક વાયર નીચે પડયો હતો વીજ વાયર પડતા બે માલધારી તેમજ ભેંસો દોટ મૂકીને ભાગ્યા હતા પરંતુ ત્રણ ભેંસો જીવતા વીજ વાયરથી બચી શકી ન હતી PGVCLની ટીમ સ્થળ પર પહોંચી વીજ વાયર પોલ પરથી કાપી કાર્યવાહી કરી હતી 3 ભેસ ગુમાવનાર માલધારીઓએ PGVCL તંત્ર પાસે વળતરની માંગ કરી છે