જૂનાગઢના આઝાદ ચોક પાસે આવેલી સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયા બાદ સિવિલનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પહેલા જ ત્યાં સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તેમ છતાં જૂની સિવિલના બંધ કરાયેલા પીએમ રૂમ પાસે એક રૂમમાં વિસેરાઓ પડ્યા રહેતા સવાલો ઉઠ્યા છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તુષાર સોજીત્રાએ આ મામલે હોસ્પિટલ તંત્ર પર પ્રહારો કર્યા હતા. તો હોસ્પિટલ તંત્રએ કહ્યું હતું કે, તેમના દ્વારા પોલીસને જાણ કરી દેવામાં આવી હતી પરંતુ, પોલીસ કોઈ કારણોસર આ વિસેરા લેવા આવી નથી.,જૂનાગઢ સિવિલના CDMO ડો. પાલાએ જણાવ્યું હતું કે, જૂની સિવિલમાં રૂમમાં જે છે તે વિસેરાઓ છે. તે 15 થી 20 વર્ષ જૂના છે. અમે જ્યારે નવી બિલ્ડિંગમાં શિફ્ટ થયા ત્યારે પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ, તેને જરુર નહીં હોય તો નહીં લઈ ગયા હોય. હવે અમે અહીં લાવીએ છીએ અને પોલીસ ડીપાર્ટમેન્ટને સુપરત કરી દઈશું
વિનોદ મકવાણા, જુનાગઢ