જૂનાગઢની સાબલપુર ચોકડી પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક ટ્રકમાં આવી રહ્યાની બાતમી જૂનાગઢ એ ડિવિઝન પોલીસના ડી સ્ટાફને મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન એક ટ્રક આવતા પોલીસે રેડ કરી 19 હજાર કરતા પણ વધારે વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 21 લાખ તેમજ 10 લાખનો ટ્રક મળી કુલ 31 લાખનો મુદામાલ પોલીસે કબજે લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી આ દારૂનો ટ્રક મહારાષ્ટ્રના સતારાના દિનકર પાંડુરંગ જાદવ અને વિજય ગણપત શિંદે નામના બે શખ્સો આ દારૂનો જથ્થો કોને આપવા જઇ રહ્યા હતા તેની પોલીસ તપાસ ચલાવી રહી છે
વિનોદ મકવાણા, જૂનાગઢ