32.7 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

જૂનાગઢ: સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ મુકબધીર દંપતીના ધામધૂમથી લગ્ન યોજાયા


જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા 101મા ATM લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ લગ્નમાં એક દિવ્યાંગ અને માઁ-બાપ વગરની દિકરી તેમજ બહેરા-મૂંગા દંપતીના લગ્ન સંપન્ન થયા. સંસ્થાએ દાતાઓના સહકારથી 78 જેટલી કરિયાવરની વસ્તુઓ આપીને દીકરીને હર્ષભેર સાસરે વળાવી હતી. નવદંપતી દિવ્યાંગ યુગલને આશીર્વાદ આપવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખ વાજા, તેમજ સવિતાબેન મકવાણા, પૂજાબેન મકવાણા અને જ્યોતિબેન પીપળીયાએ કન્યાદાન કર્યું હતું આ દિવ્યાંગ દંપતીને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા પણ દિવ્યાંગ યુગલને ₹75-75 હજાર મળી કુલ ₹1,50,000ની સહાયની જોગવાઈ છે, જે સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેથી દિવ્યાંગો પગભર થઈ શકે. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પણ આ દિવ્યાંગ દંપતી યુગલને પગભર કરવા માટે વિશેષ રૂપે રંગેચંગે કરિયાવર આપી, આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -