ગુરુ પૂજન કરવાનો અમૂલ્ય અવસર ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે જૂનાગઢ ભવનાથ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ અને ભારતી આશ્રમમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી , ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથજી બાપુએ ગુરુ ત્રિલોકનાથ બાપુની સમાધિ પૂજન કર્યું હતું તેમજ ભારતી આશ્રમ ખાતે મહંત હરિહરાનંદજીએ ભારતી બાપુની સમાધીનું ગુરુ પૂજન કર્યું હતું , વરસતા વરસાદમાં પણ હજારો ભાવિકો ધર્મસ્થાનોમાં ગુરુ પૂજન માટે ઉમટ્યા હતા તેમજ રાત્રીના ભજન સંતવાણીના કાર્યક્રમમાં નામી અનામી કલાકારોએ સંતવાણીના સૂરો રેલાવ્યા હતા
વિનોદ મકવાણા,જૂનાગઢ