જૂનાગઢના ભુતનાથ મંદીર પાસે આવેલ હાટકેશ હોસ્પિટલ પાસે તંત્ર દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં એક મોટર કાર ખાબકી હતી. જેથી કારમાં બેસેલ દર્દીને ઇજા પહોંચી હતી. તેમજ સ્થાનીક લોકોએ ખાડામાં પડેલ મોટર કારમાં સવારને લોકોની મદદ થી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ શહેરમાં અનેક જગ્યાએ ખાડા ખોદી નાખવામાં આવે છે અને કોઈ પણ સાઈન બોર્ડ કે બેરિકેટ પણ લગાવામાં આવ્યા નથી જેના કારણે અકસ્માતો સર્જાયા હોવાના બનાવો વધી રહ્યા છે તેમજ હજું ચોમાસુ આવ્યુ નથી ત્યાં શહેરની આવી હાલત જોવા મળી રહી છે ત્યારે ચોમાસામાં શું પરિસ્થિતિ નિર્માણ પામશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે
વિનોદ મકવાણા, જૂનાગઢ