જુનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાના પ્રમુખની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે ત્યારે નવા પ્રમુખની વરણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએથી ત્રણ નિરીક્ષકોની વરણી કરી જિલ્લાના સદસ્યો તેમજ કાર્યકર્તાઓને સાંભળી યોગ્ય ઉમેદવારની પસંદગી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ જિલ્લા કક્ષાનું સંકલન ગોઠવી પ્રદેશ કક્ષાએ રિપોર્ટ મોકલવામાં આવશે અને ત્યાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તે માટે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વિનોદ મકવાણા, જૂનાગઢ