જૂનાગઢ જિલ્લાના બેલા બાદલપુર ગામના કોઝવેનો પુલ છેલ્લા સાત આઠ વર્ષથી તૂટી જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, 33 જેટલા ગામોનો સંપર્ક ધરાવતા ઓઝત કોઝવે પુલ તૂટી જતા સ્ફુલે જતા આવતા વિદ્યાર્થીઓ જીવના જોખમે રસ્તો પાર કરે છે , ગ્રામજનોએ આ મુદ્દે જણાવ્યું કે ચૂંટણી સમયે મત માગવા આવતા ઉમેદવારો માત્ર મોટી મોટી વિકાસની વાતો કરી ચાલ્યા જાય છે પછી પાંચ વર્ષ સુધી દેખાતા પણ નથી, આ સમસ્યા મુદ્દે અનેક રજૂઆતો કરી છતાં આ સમસ્યાનું નિવારણ હજુ સુધી નથી કરાયું,આ ગામનું મુખ્ય મથક બીલખા હોવાથી ત જવા આવવા ભારે તકલીફ વેઠવી પડે છે તો સરકાર અમારી રજુઆત સાંભળે અને ત્વરિત નિવારણ કરે તેમ ગ્રામજનોએ જણાવ્યા હતું
વિનોદ મકવાણા, જૂનાગઢ