જૂનાગઢ ગોરક્ષનાથ આશ્રમ ખાતે સનાતન ધર્મના પ્રમુખ સંતોની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં શેરનાથ બાપુ, મુક્તાનંદબાપુ, કરશનદાસબાપુ, શિવરામ સાહેબ, ચૈતન્ય શંભુ મહારાજ, જ્યોતિર્નાથ બાપુ સહિતના 100થી વધુ સંતો મહંતો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં સનાતન ધર્મના સમર્થકો પણ હાજર રહ્યા હતા ચૈતન્ય શંભુ મહારાજએ જણાવ્યું હતું કે આજે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવશે લીંબડી ખાતે જે જાહેરાત કરવામાં આવી હતી તે અંતર્ગત આજની બેઠક યોજાઇ છે સમિતિઓની રચના માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધમાં નહિ પરંતુ સનાતન ધર્મ વિરુદ્ધ હુમલા કરનારા તમામ વિરુદ્ધ સમિતિ લડત આપશે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત સાહિત્ય દૂર થાય તે માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે