જૂનાગઢના પત્રકાર મીડીયા મિત્ર મંડળ માનવતાનું શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બારે માસ તડકો, ઠંડી હોય કે વરસાદ દરેક ઋતુમાં તે જનતાની સેવા ટ્રાફિક સમસ્યાઓ નિવારવા અને નિયમનનું પાલન કરાવતા હોય છે . મિડિયા મિત્ર મંડળ દ્વારા ગરમીમાં રાહત મળે તેવા ઉમદા હેતુથી શહેરના કાળવા ચોક, ભૂતનાથ ફાટક,સહિતના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટ પર તૈનાત ટ્રાફીક શાખાનાં કર્મીઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું,આ સેવાકીય કાર્યની ટ્રાફિક જવાનો એ સરાહના કરી હતી ,પોલીસ અને પત્રકાર મિત્રો હમેશા એક સિક્કની બે બાજૂ છે અને બન્ને જનતાની સેવા માટે પોતાના જીવના જોખમે ફરજ બજાવતા હોય છે
વિનોદ મકવાણા, જૂનાગઢ