જુનાગઢ પોલીસ સ્ટાફ માંગરોળ કોમ્બીંગમાં હતા તે દરમ્યાન માંગરોળ પી.એસ.આઇ. એસ.એ.સોલંકી અને તેમની ટીમને ઇલ્યાસ ધમેરીયા પાસેથી શંકાસ્પદ જુદા જુદા પ્રેસના કાર્ડ મળી આવેલ હતા જે અંગે તપાસ કરતા અલગ-અલગ પ્રેસના કાર્ડ પેન ડ્રાઇવ,મોબાઇલો તેમજ અલગ-અલગ કંપનીના સીમકાર્ડ મળી આવેલ હોય જે બાબતે તમામ ચીજવસ્તુઓ કબ્જે કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવ્યો હતો તેમજ આ બનાવની જુનાગઢ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ એમ.વી.કુવાડીયાને વધૂ તપાસ સોંપતા એસ.ઓ.જી શાખાના ટેકનીકલ સ્ટાફે વેબસાઈટ ઉપર આરોપી પાસેથી મળેલ પ્રેસ કાર્ડ તપાસ કરતા ઇલ્યાસ ઘમેરીયા પાસેથી પ્રેસ કાર્ડ ખોટુ બનાવટી હોવાનુ અને ઠગાઈ કરવાના ઈરાદાથી પત્રકાર તરીકે તેનો ખરા તરીકે ઉપયોગ કરતોસામે આવતા ઈલ્યાસ અલ્લારખાભાઈ ઘમેરીયાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિનોદ મકવાણા, જૂનાગઢ