જૂનાગઢના ભેસાણ ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ સરકારની ગાઇડલાઈન મુજબ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા શિલાફલકમનું સમર્પણ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વીરો કો વંદન, વસુધા વંદન ,વૃક્ષારોપણ, રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગાનનું સંગાયન, શિક્ષકો, તલાટી-કમ-મંત્રીઓ, કર્મચારીઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ તકે ચણાકા ગામના સ્વાતંત્ર્ય સેનાની પ્રાગજીભાઈ જોટકિયાના પત્ની પુષ્પાબેન જોટંકીયા અને શહીદોના પરિવારજનો, સેના,પોલિસ સહિતના નિવૃત્ત જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ મામલતદાર ધનોયા તાલુકા વિકાસ અધિકારી ભેસાણ પી. એસ.આઇ,તાલુકા હેલ્થ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા
વિનોદ મકવાણા, જૂનાગઢ