જૂનાગઢ જિલ્લાના ભેસાણના ચુડા ગામે જીવતીબેન બાબુભાઇ વસાણી નામના વૃદ્ધા તેમના પતિના અવસાન બાદ ઘરમાં એકલવાયું જીવન જીવતા હતા , હાલ પુરુષોત્તમ માસ ચાલતો હોય ત્યારે વૃદ્ધા વહેલા ઉઠી મંદિરે દર્શને જતા હતા પરંતુ કાલે ઘરનો દરવાજો ન ખુલતા પાડોશીએ ઘરમાં તપાસ કરતા જીવતીબેનના ખાટલા પર અને ઘરમાં લોહીના નિશાન જોવા મળ્યા હતા અને ઘરના પાણીના ટાંકામાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ,જ્યારે વૃદ્ધાએ કાન અને ડોકમાં પહેરેલા દાગીના ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થયાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને જામનગર મોકલી આપ્યો છે, આ મુદ્દે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મૃતકના ગળા અને માથાના ભાગે તીક્ષણ હથિયારોના ઘા માર્યાના નિશાનો મળી આવ્યા છે. ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ રહી છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ