32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જૂનાગઢના ભવનાથમાં યોજાયેલ સમુહલગ્નોત્સવમાં નક્કી કર્યા મુજબનો કરિયાવર નહીં મળતા હોબાળો મચી ગયો હતો


જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે માનવસેવા ગ્રુપ દ્વારા યોજાયેલ સમુહલગ્નોત્સવમાં નવદંપતિઓને સમયસર કરિયાવર ન મળતા ધમાલ મચી ગઇ હતી  લગ્નમંડપમાં લગ્નગીત શાંત થયાં બાદ તરત જ આયોજક સામે સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. સમૂહલગ્નમાં એક યુગલ પાસેથી 22 હજાર રૂપિયા ફી લઈ કરિયાવર આપવાની વાત કરાયા બાદ પણ ન અપાતાં નવદંપતીઓ વીફર્યાં હતાં. તો બીજી તરફ આયોજકો કરિયાવર આવી રહ્યો હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા., સમૂહલગ્નમાં દીકરા-દીકરીઓને પરણાવવા માટે આવેલા વાલીઓએ કહ્યું કે આયોજકો દ્વારા 15 તારીખે કરિયાવર લઈ જવાનું કહ્યું હતું, પરંતુ ત્યાર બાદ આજકાલ કરતા રહ્યા હતા.જ્યારે લગ્નનો દિવસ આવી જતાં અમારી ચિંતા વધી હતી કે લગ્ન થશે કે નહીં. જાનને વિદાયનો સમય થઈ ગયો હોવા છતાં કરિયાવર ન મળ્યો હોવાના આક્ષેપો થયા હતા મળ્યો નવદપંતી પાસેથી આયોજકોએ સમૂહલગ્નમાં ફી માટે 22 હજાર રૂપિયા લેવામાં આવી હતી. સમૂહલગ્નની જાહેરાતમા જ આયોજકો દ્વારા કરિયાવરમાં 51 વસ્તુની યાદી છાપવામાં આવી હતી.અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા ધમાલ મચી હતી.

વિનોદ મકવાણા, જૂનાગઢ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -