જૂનાગઢના પાદરીયા ગામે રહેતા વિનોદ સોંદરવાની ચાર શખ્સોએ લાકડાના ઘા મારી હત્યા કરવામાં આવતા તાલુકા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા તેમજ મૃતક વિનોદ સોંદરવાએ નાગા ઓડેદરાની ગાય વિશે અયોગ્ય ભાષામાં ટિપ્પણી કરતા તેમના ત્રણ મિત્રો સાથે મળી હત્યા કર્યાનું બહાર આવ્યું હતું, આ હત્યા મુદ્દે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે પાદરીયા ગામેથી શંકાસ્પદ હાલતમાં એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ કરતા મૃતક વિનોદ સોંદરવાને આરોપી નાગા ઓડેદરા, જૈમીન કોળી, રાકેશ બારૈયા અને મુકેશ ઉર્ફે મેમાન ચુનારા સાથે બોલાચાલી થયા મૃતક વિનોદ સૌંદરવાને લાકડીના ઘા મારી હત્યા કરી હતી.હાલ આ બનાવમાં 4 આરોપીઓને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે
વિનોદ મકવાણા, જૂનાગઢ