જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવરની હાલમાં બ્યુટીફીકેશન કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીમાં ભષ્ટ્રાચાર થયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં હતા.. ત્યારે 60 કરોડના ખર્ચે બનવા જઈ રહેલ તળાવના કામમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને એનસીપી સહિત ત્રણેય પક્ષોએ મળી તળાવના બ્યુટીફિકેશનના ગેરરીતિ થયાના આક્ષેપો કર્યા હતા,તળાવમાં બે કરોડની માટી નાખ્યાની વાતને લઇ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં આક્ષેપ કરાયો હતો કે, કરોડો રૂપિયાની માટી નાખવાની વાત ખોટી છે અને જો કરોડો રૂપિયાની માટી નરસિંહ મહેતા તળાવમાં નાખવામાં આવી હોય તો તેમના બિલ કે રોયલ્ટી રજૂ કરવામાં આવે અને જો બીલ ન હોય તો ખનીજની ચોરી કરી કહેવાય,
વિનોદ મકવાણા, જૂનાગઢ