જૂનાગઢના મજેવડી દરવાજા પાસે દરગાહ પર નોટિસ ચોંટાડવા મુદ્દે સર્જાયેલ તોફાન અને પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા ,તોફાન બાદ પકડાયેલા શખ્સોની પોલીસે આકરી પુછપરછ આરંભી દીધી છે. તમામ સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે જેમની ધરપકડ થઇ ચૂકી છે એવા 34 લોકોને કોર્ટ સમક્ષ રીમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે તેઓને 2 દિવસના રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે, રજૂ કરાયેલા આરોપીઓમાં 1 મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ સામે હત્યા, હત્યાના પ્રયાસ સહિતની કલમો લગાડાઇ છે. મજેવડી ગેઇટ પાસેના તોફાનીઓને પકડી લીધા બાદ પોલીસે વિવિધ કલમો હેઠળ તેઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં 31 લોકો સામે નામ જોગ અને બીજા 180 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ