જલારામ મંદિર પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ આવ્યો હતો. તેમજ આ મેગા કેમ્પની શરૂઆત કેમ્પ ના ભોજનદાતા વિશાલભાઈ જોશી એડવોકેટ એન્ડ નોટરીનાં પિતાશ્રી ગૌરીશંકરભાઈ જોશી, દીનેશ કાનાબાર, રમેશભાઈ, ડો સ્નેહલ તન્ના, મહાવીરસિંહ જાડેજા,મામલતદાર ત્રિવેદી સાહેબ, ડો પરિતોષ પટેલ, ડો ભૂપેન્દ્ર જોશી, ભીમભાઇ કરંગિયા, મોહનભાઈ ઘોડાસર, અને હેમંત ઘેરવરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.. આ સાથે આ નેત્ર નિદાન કેમ્પમાં 246 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ દ્વારા તપાસીને 72 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા. તેમજ દિપેનભાઈ અટારા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ, કેશોદ અને એન.સી.ડી. સેલના કાઉન્સેલર જીજ્ઞેશ ચાંદેગરા તથા ભાવેશ રાભેરું દ્વારા ડાયાબીટીસના 86 દર્દીની તપાસ કરેલ તેમજ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચામડીનાં ડોક્ટર શ્યામ પાનસુરીયા દ્વારા ચામડી તથા ગુપ્ત રોગો નું નિદાન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ