જામનગર મહાનગરપાલિકાના મેયર પદે વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર પદે ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા તરીકે આશિષભાઈ જોશી અને દંડક તરીકે કેતન નાખવાના નામની જાહેરાત થઈ છે અને છેલ્લા કેટલાક દિવસથી જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓના નવા ચહેરાઓને લઈને ચાલતી અટકણોનો અંત આવ્યો છે અને ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદને લઈને ભારે ઉતેજના જોવા મળી હતી આખરે પસંદગીનો કળશ યુવા અને તરવૈયા ચેહરાઓ ઉપર ઢોળવામાં આવ્યો છે. ચેરમેન પદે નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા તરીકે આશિષભાઈ જોશી અને દંડક તરીકે કેતન નાખવાજોકે છેલ્લી ઘડીએ નામમાં બદલાવ થતા ભારે ઉથલપાથલ જોવા મળી હતી આખરે બપોરે 12 વાગ્યે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી સવારે નામના અલગ ફેક્સ આવ્યા અને પાછળથી નવા ફેક્સ આવતા નામમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આખરે સત્તાવાર રીતે પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવતા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા નિમણૂક પામેલા મેયર સહિતના પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર સંજય મર્દનીયા, જામનગર