જામનગર જિલ્લાના કાલાવડ ની વંદના શાળા માં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. નિખાલસ અને વિનમ્ર એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ ના સ્મરણમાં દર વર્ષે 5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હૈ. એવી વિચારસણી ધરાવતા ચાણક્ય એ પણ શિક્ષક નો મહિમા વર્ણવ્યો છે. ડૉક્ટર રાધાકૃષ્ણન ભારત ના રાષ્ટ્રપતિ તથા મહાન તર્કશાસ્ત્રી તેમજ શિક્ષણપ્રેમી હતા . તેથી જ દર વર્ષે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવે છે. ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન એક દિવસ ના દરેક શિક્ષકો બનવા માટે મોટી સંખ્યા માં વિધાર્થીઓ ભાગ લીધો અને આ એક દિવસ શિક્ષક સર્વશ્રેષ્ઠ શિક્ષક ને શાળા આચાર્ય તથા શાળાના તમામ સ્ટાફ ગણે શુભેચ્છા પાઠવી હતી….
અહેવાલ :- હર્ષલ ખંધેડીયા