જામનગરમાં પત્રકાર અને પોલીસની ઓળખ આપી ત્રણ શખ્સોએ 20 હજારનો તોડ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે શહેરના જુના રેલવે સ્ટેશન નજીક આ બનાવ બનવા પામ્યો છે દારૂના મોટા જથ્થાનો કેસ કરવાની ધમકી આપી શખ્સ પાસેથી રૂપિયા પડાવ્યા હતા સ્કીમ થઈ ગયા પછી આસામીએ તપાસ કરાવતા સમગ્ર હકીકત સામે આવી હતી બે શખ્સોએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી હતી ત્રિપુટી પૈકી એક શખ્સે રાજકોટના ત્રિલોક ન્યૂઝનો કથિત પત્રકાર હોવાની ઓળખ આપી હતી રાજકોટના ત્રણ શખ્સો સામે હર્ષલભાઈ રાઠોડની ફરિયાદ પરથી સીટી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી રાજકોટના આકાશ પ્રફુલભાઈ ધાંગડ, સુરેશ રણમલભાઈ કારાણી અને વિજય બુધાભાઈ મકવાણાની ધરપકડ કરી હતી.