જામનગરમાં ઘણા વર્ષોથી રીવર ફ્રન્ટ માટે રજુઆતો કરવામાં આવતી હતી. જેના અનુંસંધાને સાંસદ, કેબિનેટ મંત્રી, પ્રભારી મંત્રી, તમામ ધારાસભ્યો, જામનગરના મેયર, કોર્પોરેશનના પદાધિકારીઓ વગેરે દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજુઆતોને સફળતા સાંપડી છે મુખ્યમંત્રી દ્વારા રંગમતી રીવર રીજુવિનેશન પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૨૫ કરોડ મંજુર કરવામાં આવેલા છે. જેમાં આ પ્રોજેકટના પ્રારંભીક તબક્કાના કામો માટે ૨૫ કરોડની રકમની મંજુરી આપવામાં આવી છે શહેરની રંગમતી – નાગમતી નદીઓની પહોળાઈ તેમજ ઊંડાઈ પણ વધારવામાં આવશે તેમજ આ બંને નદીઓને પોતાના મુળ સ્વરૂપે લઇ આવવા માટે પ્રયાસ પણ કરવામાં આવશે આ પ્રથમ ચરણનું કામ ચોમાસા સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી રીતે કામગીરી હાથ ધરવામાં આવશે.